ટેકટર સબસીડી 2023 | Tractor Subsidy In Gujarat 2023-24
Tractor Subsidy In Gujarat 2023-24
Ikhedut Tractor Yojana 2023 : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા અને વધારવા માટે "ખેતીવાડી યોજનાઓ" બહાર પાડવામાં આવે છે. ખેતીવાડી યોજનાઓ યાદી ikhedut portal પર ઓનલાઈન બહાર પાડવામાં આવે છે. ખેડૂતો સારી રીતે અને ઝડપથી ખેતી કરવા માટે કુદરતી સાધનો, પરંપરાગત સાધનો અથવા ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડૂતો આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેકનોલોજીના સાધનો ખરીદી શકતા નથી. જેથી ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સહાય પૂરી પાડવા માટે સરકારની કૃષિ અને સહકાર વિકાસ ગુજરાત યોજના અમલમાં મૂકવામાં આવી છે.
યોજના હેઠળ રાજ્યના ખેડૂતો સારી રીતે અને ઝડપથી ખેતી કરી શકે અને તેનો વધુ માં વધુ ઉપયોગ કરીને સારો પાક લઇ શકે, સારી આવક મેળવી શકે એ હેતુ થી આ યોજના અમલ માં મુકવામાં આવી છે.
આ લેખ માં આપણે જોઇશુ કે આ યોજના માં કોણ લાભ લઇ શકે, કઈ રીતે લાભ લઇ શકાય, કેટલી સબસીડી સહાય મળે, યોજના માં અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ ક્યા ક્યા જોઈએ, અરજી કર્યા બાદ ક્યા અરજી જમા કરાવવા ની હોય આ તમામ માહિતી આ લેખ માં જોઇશુ તો ચાલો જોઈએ.
ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ :
tractor yojana 100% રાજ્ય સરકાર દ્વારા સંચાલિત યોજના છે. આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતો સારી રીતે અને ઝડપથી ખેતી કરી શકે અને તેનો વધુ માં વધુ ઉપયોગ કરીને સારો પાક લઇ શકે, સારી આવક મેળવી શકે એ હેતુ થી આ યોજના અમલ માં મુકવામાં આવી છે.
ટ્રેક્ટર સહાય યોજના 2023ની પાત્રતા :
કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ માટેની ઓનલાઈન અરજીઓ ikhedut portal પર મંગાવવામાં આવે છે. કૃષિ સંબંધિત તમામ યોજનાઓ માટે અલગ-અલગ પાત્રતા નિર્ધારિત છે. જે નીચે મુજબ છે.
- ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- રાજ્યના તમામ જ્ઞાતિના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
- ખેડૂત પાસે જમીનનો દસ્તાવેજ હોવું આવશ્યક છે.
- ikhedut tractor yojana હેઠળ પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 10 વર્ષ ની છે.
ટ્રેકટર સહાય યોજનાની ખરીદી પર નિયમો અને શરતો :
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ikhedut પોર્ટલ ટ્રેક્ટર માટેની શરતો નક્કી કરવામાં આવી છે. આ યોજનાની સહાય મેળવવા માટે ખેડૂતોએ નીચેની શરતો પૂરી કરવાની રહેશે.
- ખેડૂતો પાસે જમીનનો રેકોર્ડ હોવો જોઈએ.
- જંગલ વિસ્તાર માટે આદિવાસી જમીનનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. (જો લાગુ હોય)
- કૃષિ વિભાગ દ્વારા નિર્ધારિત કિંમત શોધના હેતુ માટે તૈયાર કરાયેલ અધિકૃત ડીલરો પાસેથી ખરીદીઓ કરવામાં આવશે.
મળવાપાત્ર સહાય/સબસિડી (ટેકટર સબસીડી 2023):
ટ્રેક્ટર યોજના માટે સબસીડી નક્કી કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.
- તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ|. ૪૫૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે.
- તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. થી વધુ અને ૬૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ|. ૬૦૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે.
દસ્તાવેજો કયા કયા જોઈએ (tractor sahay yojana documents) :
ખેતીવાડી યોજના 2023-24 હેઠળ ટ્રેક્ટર સહાય યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જેના માટે જરૂરી દસ્તાવેજો નીચે આપેલ છે.
- ખેડૂત ઇખેદુત પોર્ટલ 7-12, 8-અ
- ખેડૂતના આધાર કાર્ડની નકલ
- જાતિ પ્રમાણપત્ર, જો ખેડૂત SC અને ST હોય. (જો લાગુ હોય તો)
- ખેડૂતના રેશનકાર્ડની નકલ
- અપંગ ખેડૂત માટે અપંગતાનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો).
- આદિજાતિ વિસ્તાર માટેના વન અધિકાર પ્રમાણપત્રની નકલ (જો કોઈ હોય તો)
- આત્મા રજીસ્ટ્રેશન (જો હોયતો)
- બેંક ખાતાની ઝેરોક્ષ
- સહકારી મંડળીના સભ્યની વિગતો (જો લાગુ હોય તો).
- દૂધ ઉત્પાદક સંઘના સભ્યની માહિતી (જો લાગુ હોય તો)
યોજના ની મહત્વ ની તારીખો ( tractor subsidy yojana last date gujarat ):
અરજી ફોર્મ શરુ થવાની તારીખ : 5/6/2023
અરજી કરવાની છેલ્લી તારીખ : 4/7/2023
નોંધ : મિત્રો, ikhedut tractor yojana 2023 નો લાભ લેવા માટે આ વર્ષે નવો નિયમ કરવામાં આવ્યો છે કે " વહેલા તે પહેલા ", આ યોજના માં જે ખેડૂતભાઈ આઈ પહેલા હશે તેને લાભ મળશે, દરેક જિલ્લા માં જિલ્લાવાર લક્ષ્યાંક આપવામાં આવે છે, જો એ લક્ષ્ય પૂરો થઈ જાય તો અટોમૅટિક એ જિલ્લામાંથી કોઈપણ અરજી કરી શકશે નહિ, તો સમય ની રાહ જોયા વગર ખેડૂતભાઈઓ જેમ બને એમ વહેલા અરજી કરી લેવી.
અરજી કઈ રીતે કરવી :
ટ્રેક્ટર સહાય યોજના હેઠળના લાભો મેળવવા માટે ખેડૂતોએ i-Khedoot પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજી ફોર્મ કોણ કરી શકે :
- ગ્રામ પંચાયત VCE પાસે
- કોમ્પ્યુટર ઓનલાઇન સર્વિસ
- કૉમન સર્વિસ સેન્ટર (CSC)
- અથવા ખેડૂત જાતે મોબાઇલ માંથી પણ કરી શકે છે.
ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ પણ ભરી શકશે. મોબાઈલ થી અરજીફોર્મ કઈ રીતે ભરી શકાય જે નીચે મુજબ છે.
- પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં I Khedut ની સત્તાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
- I Khedut વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરો.
- પ્લાન પર ક્લિક કર્યા પછી નંબર-1 પર "ખેતીવાડી યોજના" પર ક્લિક કરો.
- “ખેતીવાડી યોજના” ખોલ્યા પછી ક્રમ નંબર "7" "ટ્રેક્ટર" પર ક્લિક કરો.
- જેમાં “ટ્રેક્ટર” સ્કીમ આગળનું પેજ ખોલવા માટે “અરજી કરો ” પર ક્લિક કરવાનું રહેશે.
- "શું તમે રજિસ્ટર્ડ અરજદાર ખેડૂત છો?"જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો હા અને ના હોય તો ના કરવાનું રહેશે.
- પછી તમારે માંગ્યા પ્રમાણે ની વિગતો ભરતું જવાનું.
ઉપસંહાર :
આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી બની હશે તો આ યોજના ની પોસ્ટ લિંક ને શેર કરી તમારા whatsapp ગ્રુપ માં મોકલવા વિનંતી, જેથી કોઈ ખેડૂતભાઈ ને આ યોજના નો લાભ મળી રહે,
આભાર.
Comments
Post a Comment